Posts

વૃંદા- અ ગર્લ હુ ઈઝ મિસિંગ સિન્સ અ જનરેશન

Image
  સૌરાષ્ટ્રથી બસ્સો કિલોમીટર દૂર “ કોંકરીટ” ના જંગલો વચ્ચે એક શહેરી વસાહત હતી. ત્યાં એક રહસ્યમય કથા ચાલી આવતી હતી. વૃંદા નામની કન્યા જમાનાથી ગુમ હતી. હું તેમના પતિ સાથે ઘરના ઉંબરે ખુરશીમાં બેઠો હતો. આંગણામાં બાળકો રમી રહ્યા હતા. મેં મારા થેલામાંથી નોટ-પેન નિકાળી. વૃંદાના પતિના હાથમાં તેમના લગ્નની તસવીર હતી. તસવીર જૂની-ઝાંખી પડી ગઈ હતી. “ વૃંદા એક ખુશમિજાજ-હકારાત્મક “ સોચ ” ધરાવતી છોકરી હતી. એક દિવસ અચાનક પોતાના પરિવાર અને વસ્તીને નિરાશામાં મૂકી , કોઈપણ જાતના નિશાન છોડયા વગર તે ગાયબ થઈ ગઈ.” વૃંદાના પતિએ મને કહ્યું. હું પૂછું શું થયું હતું ? એ પહેલા તેમણે ઉમેર્યું: “ સ્ત્રીઓએ સદાય અમ પુરુષોને તરછોડયા જ છે. ” ઢળતી સાંજે વિચારોમાં ગુમ વૃંદાના પતિએ કહ્યું. “એવું કેમ લાગે છે ?” મેં પૂછ્યું. તેમણે બધુ જણાવાનું શરૂ કર્યું: “ ના , હું કોઈ “ ડેટિંગ એપ” કે “ સોશ્યલ મીડિયા” ની વાત નથી કરી રહ્યો જેમાં સ્ત્રીઓ “ લેફ્ટ સ્વાઈપ” કરે અથવા “ રિજેક્ટ” કરે. જોકે એમાં પણ “ રેશિયો” સરખો જ છે. “ સોશ્યલ મીડિયા” પર “ મેલ ”ને “ અપ્રુવલ ” મેળવવા માટે “ હેન્ડસમનેસ ” અને મગજની ચતુરાઈ બંને જોઈએ. જો ખાલી...

મામાનું ઘર

Image
  મામાનું ઘર (આ વાર્તા કાલ્પનિક છે.)   “શું કહ્યું ?” “ છોકરાની સિરામિક ફેક્ટરી છે. માર્બલ અને ટાઇલ્સ બનાવાની.” “ સારું , ભાણાં તારે એક કામ કરવું પડશે.” નાના મામાએ ફોન પર કહ્યું.                             તેમણે મને યોજના જણાવી , જાતે તપાસ કરવાનું કહ્યું. મેં હા રાખી. ત્યાં છેક જવાનો હેતુ ન હતો સમજાતું પણ મામાએ કહ્યું એટલે જઈ આવ્યો. મારા ત્રણેય મામા સમૂહકુટુંબમાં રહેતા હતા. મોટા મામાની દીકરીનું સગપણ રાજપીપળામાં શોધ્યું હતું. ત્રણ દિવસથી મામાના ઘરમાં અશાંતિ હતી. નાના મામાથી સૌ લોકો નારાજ હતા. ઘરમાં મામીઓ વિવાદ કરતાં , જેથી ઘરનું વાતાવરણ ખોરવાયું હતું. આજે મામાનો મને ફોન આવ્યો. તેમણે આખી વાત જણાવી.                             ૨ દિવસ પહેલા બેન પિયુષાના સગપણની વાત જોવા બધા રાજપીપળા ગયા હતા. છોકરાનો પરિવાર આબરૂદાર અને ખમતી...

ફોટોફ્રેમ

Image
  તે ભાવનગર રહેતી હતી અને હું અમદાવાદ. એક મિત્રના લગ્નમાં મળ્યા હતા. બહુ મસ્તી કરી , ફોટા પડાવ્યા. મિત્રએ વોટસેપ પર ગ્રૂપ બનાવી ફોટા શેર કર્યા. ગ્રૂપમાં ફોટા અંગે અને લગ્નમાં કરેલી મજા-મસ્તી અંગે મેસેજથી વાર્તાલાપ થયો. તેણીના ફોટા મેં જોયા , એણે મારા જોયા હશે. ત્રણ દિવસ બાદ તેનો મેસેજ આવ્યો. તેણે પોતાની ઓળખાણ આપી. મેં મારો પરિચય આપ્યો. પછી અમે રોજ સમય મળે ચેટિંગ કરતાં. રોજ સવાર ગુડ મોર્નિંગ ના મેસેજ મોકલવાનો દોર ચાલુ થયો. ગમે એવી રસપ્રદ વાત કેમ ન હોય રાત્રે અગિયાર વાગ્યાથી વધારે મોડા સુધી તે વાત ન કરતી. અમે મિત્રો બન્યા. તહેવારો આવ્યા , પરીક્ષાઓ આવી અને બદલાઈ ઋતુઓ. આગળ વધતાં સમય સાથે અમારી મૈત્રી પણ વધતી ગઈ. અમે ખાસ મિત્રો બન્યા.   મારી અને એની વચ્ચે બહુ તફાવત હતો. તે ઉત્તર કહે તો હું દક્ષિણ. તે પૂર્વ કહે તો હું પશ્ચિમ પણ જે મનમાં હોય તે સીધે સીધું કહી દેતા. કશું ગોંધી રાખતા નહીં. અમે મોટાભાગે એકબીજાના ઓપોઝિટ હતા.   આવું છ-એક મહિના ચાલ્યું. દિવાળી જતી રહી , ઉત્તરાયણ જતી રહી અને આવ્યો વસંત. એક દિવસ તેણીએ મેસેજ કર્યો , તે અમદાવાદ આવી છે એમ.કોમ.ના પુસ્તકો લેવા. ...