વૃંદા- અ ગર્લ હુ ઈઝ મિસિંગ સિન્સ અ જનરેશન
સૌરાષ્ટ્રથી બસ્સો કિલોમીટર દૂર “ કોંકરીટ” ના જંગલો વચ્ચે એક શહેરી વસાહત હતી. ત્યાં એક રહસ્યમય કથા ચાલી આવતી હતી. વૃંદા નામની કન્યા જમાનાથી ગુમ હતી. હું તેમના પતિ સાથે ઘરના ઉંબરે ખુરશીમાં બેઠો હતો. આંગણામાં બાળકો રમી રહ્યા હતા. મેં મારા થેલામાંથી નોટ-પેન નિકાળી. વૃંદાના પતિના હાથમાં તેમના લગ્નની તસવીર હતી. તસવીર જૂની-ઝાંખી પડી ગઈ હતી. “ વૃંદા એક ખુશમિજાજ-હકારાત્મક “ સોચ ” ધરાવતી છોકરી હતી. એક દિવસ અચાનક પોતાના પરિવાર અને વસ્તીને નિરાશામાં મૂકી , કોઈપણ જાતના નિશાન છોડયા વગર તે ગાયબ થઈ ગઈ.” વૃંદાના પતિએ મને કહ્યું. હું પૂછું શું થયું હતું ? એ પહેલા તેમણે ઉમેર્યું: “ સ્ત્રીઓએ સદાય અમ પુરુષોને તરછોડયા જ છે. ” ઢળતી સાંજે વિચારોમાં ગુમ વૃંદાના પતિએ કહ્યું. “એવું કેમ લાગે છે ?” મેં પૂછ્યું. તેમણે બધુ જણાવાનું શરૂ કર્યું: “ ના , હું કોઈ “ ડેટિંગ એપ” કે “ સોશ્યલ મીડિયા” ની વાત નથી કરી રહ્યો જેમાં સ્ત્રીઓ “ લેફ્ટ સ્વાઈપ” કરે અથવા “ રિજેક્ટ” કરે. જોકે એમાં પણ “ રેશિયો” સરખો જ છે. “ સોશ્યલ મીડિયા” પર “ મેલ ”ને “ અપ્રુવલ ” મેળવવા માટે “ હેન્ડસમનેસ ” અને મગજની ચતુરાઈ બંને જોઈએ. જો ખાલી...